ભરૂચ: યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે આયોજિત મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પનું સમાપન કરાયુ

આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામીએ ઉપસ્થિત રહી યોગનું જીવનમાં મહત્વ અને પંચવર્તન વિશે માર્ગદર્શન આપ્યું

New Update
gujarat yog board
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ભરૂચ ખાતે એક મહિનો મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ- ૦૨નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સમાપન આજરોજ કરવામાં આવ્યું. આ રિઝલ્ટ ઓરીએન્ટેડ કેમ્પથી ઘણાબધા સાધકોનું વજન ઘટ્યું છે. આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામીએ ઉપસ્થિત રહી યોગનું જીવનમાં મહત્વ અને પંચવર્તન વિશે માર્ગદર્શન આપ્યું હતું.
સાર્થક ફાઉન્ડેશનના સ્થાપક હેતલ શાહે યોગ અને જીવદયા અંગેનું વક્તવ્ય રજૂ કર્યુ હતું. યોગ ટ્રેનર હેમાબેન પટેલ દ્વારા જલનેતી અને નેત્રશુદ્ધિની ક્રિયાઓ યોગ સાધકોને શીખવી હતી.આ પ્રસંગે સંચાલક પ્રકાશ પટેલ, સહસંચાલક પ્રિતી સોલંકી અને અંજલિ ડોગરા, સહયોગી ટીમમાંથી યોગ ટ્રેનર ઉર્વી ચુડાસમા, વંદના પાટીલ હાજર રહ્યા હતા. સમગ્ર કેમ્પ દરમિયાન ઝોન કોર્ડિનેટર પારૂલ પટેલ અને ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર બિનીતા પ્રજાપતિનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
Latest Stories