ભરૂચમાં પાંચમાં દિવસે વિઘ્નહર્તાની વિઘ્ન રહિત અપાય વિદાય, કૃત્રિમ કુંડમાં કરાયું વિસર્જન

ભરૂચ શહેરમાં પ્રથમ તબક્કાના ગણેશ વિસર્જનનો પ્રારંભ થતાં તંત્ર પણ સજ્જ બન્યું હતું. નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

New Update

ભરૂચ શહેરમાં પ્રથમ તબક્કાના ગણેશ વિસર્જનનો પ્રારંભ થતાં તંત્ર પણ સજ્જ બન્યું હતું. નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં નાની શ્રીજી પ્રતિમાઓનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું.

Advertisment

ભરૂચમાં દુંદાળા દેવ ગણેશજીના પાંચમાં  દિવસના આતિથ્ય સાથે શ્રીજી ભક્તોએ ભાવભરી વિદાય આપી હતી.પ્રથમ તબક્કાના શ્રીજી વિસર્જનથી અનંત ચૌદશ સુધીના શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચના શક્તિનાથ નજીક જે.બી મોદી પાર્ક પાસે તથા મકતમપુર તેમજ ઝાડેશ્વર વિસ્તારમાં એમ કુલ ત્રણ  કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવ્યા છે.જેના પ્રારંભે પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી પાંચ પાવન નદીઓના જળકુંભનું પૂજન કરી કૃત્રિમ જળ કુંડમાં  પાવન જળ મિશ્રિત કર્યું હતું.અને  વિઘ્નહર્તા દેવનું ભકતોએ પૂજન અર્ચન આરતી કરી  ભાવભરી વિદાય આપી રહ્યા હતા. આ પ્રસંગે પાલિકા દ્વારા કરવામાં આવેલ આ કુત્રિમ જળકુંડમાં જ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવા ગણેશ આયોજકોને પાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisment