New Update
ભરૂચમાં સંસ્કૃતિ જાળવવાનો અનોખો પ્રયાસ
માતાનું નિધન થતા પુત્રનો પ્રયાસ
શોકસભામાં તુલસીના છોડનું કરાયુ વિતરણ
સંસ્કૃતિ સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ
શુભ અશુભ પ્રસંગે પણ કરાશે તુલસીના છોડનું વિતરણ
ભરૂચના ભટ્ટ પરિવારના માતાજીના બેસણામાં તુલસીજીના છોડનું વિતરણ કરી પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીનો સુંદર પ્રયાસ કરાયો હતો
ભરૂચના કેયુર ભટ્ટના માતા અંજનાબહેનનું નિધમ થતા તેઓનું બેસણું રોટરી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું.બેસણામાં પ્રાર્થના ભજન સાથે આવનાર તમામને ભટ્ટ પરિવાર દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ અંગે મૃતક અંજના બહેનના પુત્ર કૈયુર ભટ્ટ જણાવ્યું હતું કે પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીના પ્રયાસ રૂપે તેઓના પરિવારજનો દ્વારા તુલસીજીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં શુભ અશુભ પ્રસંગોએ આ રીતે છોડની ભેટ આપવામાં આવશે.
Latest Stories