અંકલેશ્વર: અટલજીની જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા અનાજની કીટનું વિતરણ કરાયુ, પ્રતિમા નજીક દીપ પ્રગટાવાયા

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે જળ સંશાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યુ આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયું

  • અટલજીની જન્મજયંતિ નિમિત્તે આયોજન

  • દર્દીઓને ફ્રુટનું વિતરણ કરાયુ

  • પ્રતિમા નજીક દીપ પ્રગટાવાયા

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે નોટીફાઈડ એરિયા ભાજપ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે જળ સંશાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી  અટલબિહારી વાજપાઈજના જન્મદિન નિમિતે  અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ એરિયા ભાજપ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ  ખાતે દર્દીઓને પૌષ્ટિક અનાજની કીટ અને ફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના જળ સંશાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જયાબેન મોદી હોસ્પિટલમાં અંદાજિત 130 જેટલા દર્દીઓની પૌષ્ટિક અનાજની કીટ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નોટીફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા ,અલ્પેશ પટેલ સહીત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આવી જ રીતે અટલજીની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા દીપોટસવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જવાહર બાગ સ્થિત અટલજીની પ્રતિમા નજીક દીપ પ્રગટાવી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.આ કાર્યક્રમમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
Latest Stories