ONGC કોલોની ખાતે કરાશે વિજયાદશમીની ઉજવણી
વિજયાદશમીના અવસરની તૈયારીઓને અંતિમ ઓપ
રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના ભવ્ય પૂતળાનું નિર્માણ
આતશબાજી સહિત રામલીલાનું પણ આયોજન કરાયું
શહેર તથા જિલ્લાની જનતાને આયોજકો દ્વારા આમંત્રણ
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ONGC કોલોની ખાતે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે નવરાત્રી મહોત્સવની સાથે સાથે અહી રામલીલાના આયોજન અંગે આયોજકોએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં વિસ્તૃત માહિતી આપી હતી.
વિજયાદશમીના પાવન પર્વે ભારત દેશના વિવિધ ભાગોમાં જુદી-જુદી રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં આ તહેવારને દશેરા કહેવામાં આવે છે.
આ પ્રદેશોમાં, તે "રામલીલા"ના અંતને દર્શાવે છે, અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરી લોકો પોતાનામાં રહેલા અહંકારને પણ દૂર કરે છે. એકમેક અને એકતાના ભાવ સાથે દશેરાના તહેવાની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ONGC કોલોની ખાતે રામલીલા સહિત રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિજયાદશમી સહિત રામલીલાના આયોજન અંગે આયોજકોએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં વિસ્તૃત માહિતી આપી હતી.
અંકલેશ્વરની ONGC કોલોની ખાતે જગત જનની માઁ જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની પુર્ણાહુતી સાથે જ દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરી લોકો પોતાનામાં રહેલા અહંકારને પણ દૂર કરે છે. છેલ્લા 49 વર્ષથી અહી એકતાના ભાવ સાથે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે જ ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં અહી બાળકોના મનોરંજન માટે ભવ્ય મેળાનું પણ આયોજન કરાયું છે, જેમાં વિવિધ રાઇડ્સમાં બાળકો અને તેમના પરિવારજનો આનંદ સાથે મજા માણી શકશે. દશેરા પર્વ પર અસત્ય પર સત્યની જીતની ભવ્ય ઉજવણીના આયોજનમાં સહભાગી થવા શહેર તથા જિલ્લાની જનતાને ONGC પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અંકલેશ્વરની ONGC કોલોની ખાતે રાવણ દહનના કાર્યક્રમને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં છેલ્લા ઘણા દિવસથી કલાકારો દ્વારા રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના 50 ફૂટ ઊંચા પૂતળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સતત દોઢ મહિનો રાત-દિવસની મહેનત સાથે ઝઘડીયાના કલાકારો દ્વારા બાંબુ, નાના-મોટા ખીલા, સાડી તેમજ ન્યૂઝ પેપર અને કલરનો ઉપયોગ કરી અલગ અલગ આકાર અને માપના વિવિધ અંગો બનાવવામાં આવી રહ્યા છે.