ભરૂચ મહોરમ પર્વ નિમિત્તે રાત્રીના સમયે કલાત્મક તાજીયાનું ઝુલુસ નિકળ્યુ

ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ગતરાત્રીના શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા.

New Update

ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ગતરાત્રીના શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા.

ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હશન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે, ત્યારે ગતરોજ રાત્રીના નીકળેલા કલાત્મક તાજીયામાં યા હુસેનના નારા વચ્ચે શહેરના કતોપોર બજાર દરવાજા,ફાટા તળાવ,ફુરજા રોડ,ચાર રસ્તા સહિતના આસપાસના વિસ્તારોમાં નાના મોટા થઈને 40થી વધુ તાજીયાઓનું ઝુલુસ નિકળ્યુ હતું.
શહેરમાં ઠેરઠેર મોહરમ પર્વ નિમિત્તે શરબત,દૂધ કોલડ્રિન્ક, સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.તાજીયાના ઝુલુસ સમયે કોઈ અનીરછનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
Latest Stories