વર્લ્ડ પોપ્યુલેશન ડે : ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી યોજાય..

આજરોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

આજરોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર વર્ષે તા. 11મી જુલાઈના રોજ 'વિશ્વ વસ્તી દિવસએટલે કે 'વર્લ્ડ પોપ્યુલેશન ડે'. સમગ્ર વિશ્વમાં આ વધતી જતી વસ્તીને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. સતત વધતી જતી વસ્તી કેટલીક રીતે ફાયદાકારક અને અન્ય રીતે નુકસાનકારક છે. લોકોને આ અંગે જોખમો અને ફાયદાઓ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે 'વિશ્વ વસ્તી દિવસઉજવવામાં આવે છે.

ત્યારે ભરૂચ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી જનજાગૃતિ રેલી યોજાય હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાશાળાના બાળકો સહિત અન્ય નાગરિકો તેમજ અધિકારીઓ ઉપસ્થિત હતા. સમગ્ર રેલી દરમ્યાન વસ્તી નિયંત્રણ માટેના સૂત્રોચાર થકી શહેરીજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.

 

Latest Stories