ભરૂચ: રતન ટાટાના માનમાં એક દિવસના ગરબા રદ્દ, રાષ્ટ્રધ્વજ પણ અડધી કાંઠીએ ફરકાવાયો

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં એક દિવસના ગરબા રદ કરી સ્વર્ગીય રતન ટાટાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા

New Update
Advertisment

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન

Advertisment

પોલીસ વિભાગ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

એક દિવસના ગરબા રદ્દ કરવામાં આવ્યા

માત્ર માતાજીની આરતી ઉતારાય

રાષ્ટ્રધ્વજ પણ અડધી કાંઠીએ ફરકાવાયો

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં એક દિવસના ગરબા રદ કરી સ્વર્ગીય રતન ટાટાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
Advertisment
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થતાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જો કે રતન ટાટાનું નિધન થતા શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એક દિવસના ગરબા રદ કરવામાં આવ્યા હતા.પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ માતાજીની આરતી ઉતારી આરાધના કરી હતી. તો બીજી તરફ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રધ્વજ પણ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો.પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વર્ગીય રતન ટાટા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે નવરાત્રીની નોમ નિમિત્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા યોજાશે જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજરી આપશે.
Latest Stories