ભરૂચ: કંથારીયા નજીકની ડમ્પિંગ સાઈટ ફરી શરૂ કરવાની હિલચાલનો વિરોધ

ભરૂચ પાલિકા દ્વારા કંથારીયા ગામની સીમમાં ચાલતી ગેરકાયદે ડમ્પિંગ સાઈટમાં ફરી કચરો નાખવાની તૈયારી કરતાં આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવી બંધ કરાવી હતી.

New Update

ભરૂચ પાલિકા દ્વારા કંથારીયા ગામની સીમમાં ચાલતી ગેરકાયદે ડમ્પિંગ સાઈટમાં ફરી કચરો નાખવાની તૈયારી કરતાં આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવી બંધ કરાવી હતી.

ભરૂચ પાલિકાની ડંપિંગ સાઈટનો કાયમી નિવેડો આવી રહ્યો નથી. સાયખામાં કાયમી સાઇટ ઘોંચમાં પડી હોય પોણા બે વર્ષ પેહલા મનુબર જવાના માર્ગે થામ ગામમાં હંગામી ડંપિંગ સાઇટ ઉભી કરાઈ હતી.પાલિકાએ ખેતર ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર ટુ ડોર ઉઘરાવાતો કચરો ઠાલવવાનો શરૂ કર્યો હતો.ગારબેજના પહાડને તેમાંથી આવતી દુર્ગંધને લઈ.થામ, કંથારીયા, દેરોલ, કરમાડ, વહાલું ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
જે ડમ્પિંગ સાઈટને પગલે ત્રસ્ત બનેલા લોકોએ આ ડમ્પિંગ સાઈટ બંધ કરાવી હતી જે બાદ આજરોજ નગર પાલિકાના અધિકારી,મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતની ટીમ ડમ્પિંગ સાઈટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ડમ્પિંગ સાઈટ શરૂ કરવાની હિલચાલ વચ્ચે સરપંચો,ગ્રામજનોએ સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં વીજળીક વિરોધ નોંધાવ્યો હતો.પાંચ ગામોમાં ગંદકી, રોગચાળો, પ્રદુષણ, પાકને પણ અસરની દહેશત વચ્ચે આ ગેરકાયદે ડંપિંગ સાઇટ કાયમી બંધ કરવા માંગ કરી હતી.અને હવે પછી કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સંત નિરંકારી મિશન દ્વારા આયોજન

  • ઝોનલ બાળ સમાગમ યોજાયું

  • બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા
ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણ છાબડાજીના હસ્તે બાલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળા પ્રદર્શિત કરવામાં આવી હતી.બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી.