ભરૂચની દહેજ ઉદ્યોગ નગરીમાં ઓર્ગેનિક ઇન્ડિયામાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી

ઓર્ગેનિક ઇન્ડિયામાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ આગ ફાટી નીકળતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ  કરી લેતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા

New Update

દહેજની ઓર્ગેનિક ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે આગથી દોડધામ

ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં નજરે પડ્યા

ઘટના પગલે કામદારોમાં મચી નાસભાગ

ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયાસો 

હાલ જાનહાનિના કોઈ અહેવાલ નહિ  

ભરૂચ જિલ્લાના દહેજ ઉદ્યોગ નગરી ખાતેની ઓર્ગેનિક ઇન્ડિયામાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ આગ ફાટી નીકળતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ  કરી લેતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી થી લોકોએ નિહાળ્યા  હતા.આગ અંગેનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા..
અને આગ પર પાણી તેમજ ફાયર ફાઈટિંગ ફોર્મનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા,જોકે સર્જાયેલી ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ જાણવા મળ્યા નથી,જ્યારે ઘટનામાં  ડેપ્યુટી ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેમજ દહેજ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
#Organic India Company Dahej #ઓર્ગેનિક ઇન્ડિયા #Chemical Company Fire #Company Fire #દહેજ #Dahej GIDC #Bharuch Company Fire
Here are a few more articles:
Read the Next Article