ભરૂચ : બ્રહ્મકુમારીઝ અનુભૂતિધામ-ઝાડેશ્વર ખાતે CISFના 300થી વધુ જવાનોને તણાવમુક્ત રહેવા માર્ગદર્શન અપાયું...

બ્રહ્માકુમારી માઉન્ટ આબુથી પધારેલ ડો. ઈ.વી.સ્વામીનાથમ કે જેઓ માઉન્ટ આબુ સિક્યુરિટી વિંગમાં છેલ્લા 28 વર્ષથી સેવાકાર્યમાં કાર્યરત છે. તેઓએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું

Brahmakumaris Anubhutidham-Zadeshwar
New Update

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા લોક જનહિતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છેત્યારે સુરક્ષા કર્મચારીઓ તેઓના કાર્ય ક્ષેત્રમાં તણાવમુક્ત કેવી રીતે રહેવાય તે વિષય પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના 3 યુનિટના અંકલેશ્વરગેલ અને ગંધાર મળી CISFના 300થી વધુ સુરક્ષા કર્મચારીઓને તનાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિષય પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્માકુમારી માઉન્ટ આબુથી પધારેલ ડો. ઈ.વી.સ્વામીનાથમ કે જેઓ માઉન્ટ આબુ સિક્યુરિટી વિંગમાં છેલ્લા 28 વર્ષથી સેવાકાર્યમાં કાર્યરત છે. તેઓએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું કેદરેક વ્યક્તિએ જીવનમાં તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે.

આપણા જીવનમાં તણાવ ખાસ એટલા માટે આવે છે કેઆપણી આંતરિક શક્તિ ઓછી થઈ જાય છેત્યારે જીવનમાં તનાવ આવે છે. પરંતુ આપણે તનાવને દૂર કરવા માટે વ્યાયામશુદ્ધ ભોજન અને ધ્યાન યોગ કરવાથી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. આ પ્રસંગે બી.કે. કર્નલ સતિષભાઈ અને કેપ્ટન્સ સિવસિંગ ભાઈ ઇન્સ્પેક્ટર સિંઘમમણીઇન્સ્પેક્ટર મનહરલાલઇસ્પેક્ટર પવનકુમાર સહિત મોટી સંખ્યામાં CISFના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#Dr. EV Swaminatham #તણાવમુક્ત શિબિર #Connect Gujarat #CISF #ઝાડેશ્વર #Brahmakumaris Anubhutidham #બ્રહ્મકુમારીઝ અનુભૂતિધામ
Here are a few more articles:
Read the Next Article