New Update
/connect-gujarat/media/media_files/2025/12/09/alchemy-fine-chem-private-limited-2025-12-09-21-44-51.png)
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પાનોલી અને ઝઘડિયામાં બનેલા અકસ્માતો બાદ હવે સાયખાના ઔદ્યોગિક વિસ્તારમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. સાયખાની અલકેમી ફાઇન કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઓવર પ્રેશર બ્લાસ્ટ થતા ફેક્ટરી પરિસરમાં અફરાતફરી મચી ગઈ.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/09/alchemy-fine-chem-private-limited-2025-12-09-21-45-05.png)
પ્રેશર અચાનક વધી જતા જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં ચાર કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો બીજી તરફ ઇન્ડ્રસ્ટીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે પણ તપાસ શરૂ કરી છે.
Latest Stories