અંકલેશ્વર: પાનોલી પોલીસે નેશનલ હાઇવે પર કારમાંથી રૂ.1.15 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચની પાનોલી પોલીસે નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજના છેડા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલ ઈકકો કાર મળી કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

New Update
a

ભરૂચની પાનોલી પોલીસે નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજના છેડા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલ ઈકકો કાર મળી કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ભરૂચની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ સુરતથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર બાકરોલ બ્રિજના છેડા પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કારમાં બે ઇસમો વિદેશી દારૂનો જથ્થો ભરી આવી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતાં ગાડીમાં બેઠેલ બે ઇસમો કાર સ્થળ પર મૂકી નાસી ગયા હતા.પોલીસને કારમાંથી 884 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 1.15 લાખનો દારૂ અને કાર મળી કુલ 3.15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે કારમાં સવાર બન્ને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories