New Update
અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વને અનુલક્ષીને જીઆઇડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે. બન્ને પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુથી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.સગરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન હર્ષદ પટેલ, સિક્યુરિટી કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયા સહિત વિવિધ ગણેશ મંડળના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બન્ને પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી
Latest Stories