ભરૂચ : માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ, જુઓ “LIVE” રેસક્યું...

ભરૂચ શહેરના માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ જોવા મળતા જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત સાથે અંદાજે 5 ફૂટ લાંબા સાપનું સલામત રીતે રેસક્યું કર્યું

New Update
  • માતરીયા તળાવ વિસ્તારમાં સાપ દેખા દેતા લોકોમાં ફફડાટ

  • માતરીયા તળાવના ગેટ નજીક સ્થાનિકને સાપ જોવા મળ્યો

  • સ્થાનિકો દ્વારા જીવદયા પ્રેમીઓને સાપ હોવાની જાણ કરાય

  • સાપને ભારે જહેમતસલામતી સાથે પકડી લેવામાં આવ્યો

  • ઝેરી સાપ પકડાઈ જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો 

ભરૂચ શહેરના માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ જોવા મળતા જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત સાથે સાપનું સલામત રીતે રેસક્યું કર્યું હતું. ભરૂચ શહેરમાં માનવ વસ્તીથી ધમધમતા એવા માતરીયા તળાવ વિસ્તારમાં સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. માતરીયા તળાવના ગેટ નજીક સ્થાનિક સોમાભાઈને અચાનક સાપની હલચલ દેખતા તેઓએ નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરતાં ટ્રસ્ટના હિરેન શાહરમેશ દવે અને વ્રજ શાહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

તપાસ દરમિયાન સાપ ભારતના 3 મુખ્ય ઝેરી સાપોમાંથી એક, ‘સ્પેક્ટેકલ કોબ્રા’ હોવાનું બહાર આવ્યું હતું. જે અંદાજે 5 ફૂટ લાંબો હતો. ટ્રસ્ટની ટીમે કોબ્રા સાપને ભારે જહેમત સાથે સંપૂર્ણ સલામતી અને યોગ્ય સાધનો વડે પકડી માનવ વસાહતથી દૂર ખુલ્લા અને કુદરતી વાતાવરણવાળી જગ્યાએ મુક્ત કર્યો હતોજ્યાં તેને જળ અને ખોરાક ઉપલબ્ધ થઈ શકે. તો બીજી તરફસાપ પકડાઈ જતાં સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories