ભરૂચ - અંકલેશ્વરમાં બ્લેક આઉટમાં લોકો સ્વયંભૂ જોડાયા, અડધો કલાક સુધી અંધારપટ

ભરૂચ અને અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષા ના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભૂ

author-image
By Connect Gujarat Desk
New Update

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ

ભરૂચ અંકલેશ્વરમાં મોકડ્રિલ યોજાય

સાંજે 7.30થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ

બ્લેક આઉટમાં લોકો સ્વયંભૂ જોડાયા

અડધો કલાક અંધારપટ છવાયો

ભરૂચ અને અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષા ના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા
સિવિલ સુરક્ષાના ભાગરૂપે આજરોજ ભરૂચ અને  અંકલેશ્વર ONGC  ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્લેક આઉટની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સાંજે 7:30 કલાકે સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકની વીજળી બંધ કરવામાં આવી હતી.આ બ્લેક આઉટમાં લોકોએ સ્વયંભૂ રીતે જોડાઇ અંધારપટ કર્યો હતો. હુમલા સહિતના બનાવો વખતે આ પ્રક્રિયા કરવાની હોય છે જેના રિહર્સલના ભાગરૂપે ગૃહ મંત્રાલયના આદેશથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન દુકાનો અને મકાનોની લાઈટ બંધ રાખવામાં આવી હતી.
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે