New Update
ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
આદિવાસી સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
બંધારણીય જોગવાઈઓનો અમલ કરવાની માંગ
આદિવાસીઓ પર અત્યાચાર થતો હોવાના આક્ષેપ
બંધારણીય હક આપવાની માંગ
વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ પર થતા અત્યાચાર અટકાવવા અને બંધારણીય જોગવાઈઓના અમલ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું
દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મને સંબોધીને આજરોજ ભારતીય આદિવાસી પાર્ટી અને આદિવાસી આગેવાનોએ આવેદનપત્ર પત્ર જીલ્લા કલેકટર કચેરી ખાતે પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારત દેશ આઝાદ થયાને 78 વર્ષ થયા અને ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યાને 74 વર્ષ થયા તેમ છતા આજ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચી-૫ અને અનુસૂચી-૬ની જોગવાઈઓ કરવામાં આવી છે.
તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આદિવાસીઓને બંધારણીય અધિકારો મળે તેવી વ્યવસ્થા રાજ્યપાલ અને ટ્રાયબલ એડવાઇઝરી કમિટી દ્વારા કરવી,નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડા તાલુકાના જંગલ વિસ્તારના ગામોને ઇકોલોજીકલી સેંસેટીવ ઝોન તરીકે જાહેર કરવા અને ૭૩ એએની જમીનો છીનવી ધમકી આપતા તત્વો સામે પગલા લેવામાં આવે સહીત ૧૫ માંગણીઓ સ્વીકારમાં આવે તેવી માંગ કરવામાં આવી છે
Latest Stories