અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

આ કાર્યક્રમ સમાજના સર્વે માટે ફ્રી છે તો સર્વે ને લાભ લેવા Gana ગ્રુપ તરફથી હાર્દિક નિમંત્રણ છે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ1લી જૂન રવિવારના રોજ રાત્રે8કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ1લી જૂન રવિવારે રાત્રે8કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.