New Update
/connect-gujarat/media/media_files/2025/07/24/amod-police-2025-07-24-15-28-26.jpg)
ભરૂચના આમોદ વિસ્તારમાં વીજ ચોરીના ગંભીર કેસમાં પોલીસે ડીજીવીસીએલ સાથે સંકલન સાધીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં એસપી મયુર ચાવડાના નિર્દેશ અને જંબુસરના ડીવાયએસપી પી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા વિશેષ ડ્રાઇવ અંતર્ગત આમોદ પોલીસ મથકના પીઆઈ આર.બી. કરમટીયા તથા તેમની ટીમે વીજચોરી કરતા શખ્સો પર પગલાં લીધા હતા.
આ કાર્યવાહી દરમિયાન ડીજીવીસીએલ કચેરી આમોદ-પાલેજ સાથે મળીને 21 જેટલા રહેઠાણો પર વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આશ્ચર્યજનક રીતે રૂ. 7.23 લાખની વીજચોરીનો ભંડાફોડ થયો હતો.અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ છે.
Latest Stories