અંકલેશ્વર: ચોરીના ગુનામાં છેલ્લા 37 વર્ષથી ફરાર 2 આરોપીઓની છોટાઉદેપુરથી પોલીસે કરી ધરપકડ

બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ છોટા ઉદેપુર ખાતે તપાસમાં જઈ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓ છેલ્લા 37 વર્ષથી ફરાર હતા..

New Update
Anklehswar Theft Case Accused
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનાના આરોપી રતીલાલ રઘાભાઇ તડવી મુળ રહે.બળદ તા.કવાટ જી.છોટા ઉદેપુર હાલ રહે,નવી રૂઢી તા.પાવી જેતપુર જી. છોટા ઉદેપુર તથા રસીકભાઇ નાનજીભાઇ ઉર્ફે નાયકાભાઇ રાઠવા રહે, મણીનગર ફળીયુ,નવા સ્મશાન પાસે, ફેરકુવા ગામ તા.બોડેલી જી.છોટાઉદેપુર છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ છોટા ઉદેપુર ખાતે તપાસમાં જઈ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.બન્ને આરોપીઓ છેલ્લા 37 વર્ષથી ફરાર હતા જેમને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories