New Update
/connect-gujarat/media/media_files/2025/07/11/chasvad-dairy-2025-07-11-16-51-09.jpg)
ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે નેત્રંગ પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીના મામલામાં ઝરણા ગામનો કીરણ રણજીતભાઇ વસાવા તથા ભેંસખેતર ગામના કીશન મહેશભાઈ વસાવા તથા અજય જગદીશભાઇ વસાવા તથા જગદીશભાઇ રામાભાઇ વસાવા તથા ડુંગરી ગામનો પ્રહલાદ છનાભાઇ વસાવા તથા જતીન નાનુભાઇ વસાવા સંડોવાયેલ છે જે તમામ હાલમાં ઝરવાણી બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં ભેગા થયા છે જે બાતમીના આધારે દરોડા પાડતા 6 ઇસમોમી અટકાયત કરી હતી.
જેઓની પૂછપરછ કરતા તેઓએ ચોરી અંગેની કબૂલાત કરી હતી. આરોપીઓ ચોરીનું ઘી દુકાને વેચી આવતા જેમાંથી જે રૂપીયા મળતા હતા એ તેઓ સરખા ભાગે વહેંચી લેતા હતા.આ મામલામાં ચોરીનું ઘી ખરીદનાર ગોપાલ ગાંધીની પણ પોલીસે ધરપકડ કરી છે.