ભરૂચ: પાડોશીઓ વચ્ચેની તકરારમાં વૃદ્ધની હત્યા કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ, હત્યારના આવતા મહિને જ હતા નિકાહ !

ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતી વખતે જ ફરિયાદી અચાનક ઢળી પડતા મોત નિપજવાના મામલામાં પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી....

New Update
  • ભરૂચ તાલુકા પોલીસ મથકમાં બન્યો હતો બનાવ

  • ફરિયાદી ઢળી પડતા મોત નિપજ્યું હતું

  • પાડોશીઓ વચ્ચેની તકરારમાં મરાયો હતો માર

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • આરોપીના આવતા મહિને જ હતા નિકાહ

ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતી વખતે જ ફરિયાદી અચાનક ઢળી પડતા મોત નિપજવાના મામલામાં પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના શુકન બંગલોઝ વિસ્તારમાં સોમવારના રોજ મોટા અવાજે ગીત સાંભળવા બાબતે પડોશીઓ વચ્ચે થયેલી તકરાર જીવલેણ સાબિત થઇ હતી. તકરાર દરમિયાન ઢોર માર મરાતા 62 વર્ષીય ઐયુબ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તેઓ ફરિયાદ નોંધાવવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેઓ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું.આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ઐયુબ પટેલ માર મારવામાં આવતા તેમને હૃદય અને ફેફસાંમાં ગંભીર ઇજા થઈ હતી જેના કારણે તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતુ.આ બનાવમાં પોલીસે મારામારીમાં સામેલ ત્રણ પૈકીના એક આરોપી મહંમદ સોબાન ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે.જાણવા મળ્યું છે કે તેના આવતા મહિને નિકાહ થવાના હતા.આરોપીની ફિયાન્સ અને એક સગીર  સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories