New Update
/connect-gujarat/media/media_files/2025/07/21/mmmm-2025-07-21-16-36-07.jpg)
અંકલેશ્વરના જીતાલી ગામની આલીશાન સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સહિત 54.34 લાખનો મુદ્દામાલ ઝડપાવવાનો મામલે પોલીસે સાળા બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ-6 જુનના રોજ ભરૂચ એસ.ઓ.જીના સ્ટાફને બાતમી મળી હતી કે જીતાલી ગામની આલીશાન સિટીમાં રહેતો સુભાષ શિવચંદ યાદવ અને તેનો બનેવી કુંદન મદન રાય તેની પત્ની સાથે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે આલીશાન સિટીમાં દરોડા પાડ્યા હતા પોલીસ ને 2 સ્થળોએથી 2.221 કિલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે 22 હજારથી વધુની કિંમતનો ગાંજો અને રોકડા 27.17 લાખ તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 54.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અગાઉ સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયને ઝડપી પાડી હતી.જ્યારે બેનેના પતિઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.તે દરમિયાન તાલુકા પોલીસે આજરોજ આ બંને આરોપી સુભાષ શિવચંદ યાદવ અને કુંદન મદન રાયને ઝડપી પાડ્યા હતા.
Latest Stories