અંકલેશ્વર: ઉટિયાદરા ગામની શિલાલેખ સોસા.માંથી રૂ.4 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.

New Update
Utiyadara village

અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે જંબુસરના બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.

ગત તારીખ-3જી મેના રોજ કોસંબાના બુટલેગર જીજ્ઞેશ કૌશિક પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.

પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1664 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 3 લાખનો દારૂ અને ફોન તેમજ રોકડા મળી કુલ 4.06 લાખના મુદ્દામાલ સાથે જીજ્ઞેશ પટેલને ઝડપી પાડ્યો હતો.

જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.તે દરમિયાન પોલીસે 10 પૈકી અગાઉ 2 આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલ જંબુસરના ઉચ્છલ ગામના રાજ ફળિયામાં રહેતો કિરણસિંહ બળવંતસિંહ રાજને અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતેથી ઝડપી ભરૂચ એલસીબીએ તાલુકા પોલીસ મથકના હવાલે કર્યો હતો.