અંકલેશ્વર: રોંગ સાઈડ પર રીક્ષા ચલાવી 12 વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકનાર રીક્ષાચાલકની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાઇરલ વીડિયોના આધારે રીક્ષા ચાલક અને શહેરના સંજય નગરમાં રહેતા સાજીદ શેખની ધરપકડ કરી હતી.પોલીસે રીક્ષા ચાલકનો માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો છે

author-image
By Connect Gujarat Desk
New Update
ankleshwar Police Arrest Rikshaw Driver

અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વીડિયો વાઇરલ થયો છે. અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રીક્ષાચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રીક્ષાને રોંગ સાઈડ પરથી પસાર કરી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો થઈ રહ્યો છે. રીક્ષા નજીકથી બસ પણ પસાર થાય છે ત્યારે રોંગ સાઈડ પર જતી રીક્ષાને અકસ્માત નડે અને જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.

ત્યારે, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાઇરલ વીડિયોના આધારે રીક્ષા ચાલક અને શહેરના સંજય નગરમાં રહેતા સાજીદ શેખની ધરપકડ કરી હતી.પોલીસે રીક્ષા ચાલકનો માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો છે.શુક્રવારે સાંજે અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક વચ્ચે 12 વિદ્યાર્થીઓ બેસાડેલ રીક્ષા રોંગ સાઈડ પર ચલવી નિયમોના ભંગ સાથે વિદ્યાર્થીઓનો જીવ પણ જોખમમાં મુક્યો હતો