ભરૂચ: વાગરા પંથકમાં ભાઈગીરી કરતા માથાભારે ઇસમને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, સરઘસ કાઢી જાહેર માર્ગ પર ફેરવ્યો

ભરૂચના વાગરા પંથકમાં એક વ્યક્તિને કાર વડે કચડી હત્યાના પ્રયાસના માથાભારે આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ હતું.પોલીસે આરોપીને ભર બપોરે ઉઘાડા પગે ચલાવી ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

New Update
  • ભરૂચના વાગરા પંથકનો બનાવ

  • એક વ્યક્તિની હત્યાનો કરાયો હતો પ્રયાસ

  • પોલીસે માથાભારે શખ્સની કરી ધરપકડ

ભરૂચના વાગરા પંથકમાં દાદાગીરી માટે કુખ્યાત માથાભારે શખ્સ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હનીફ ગઢે મુલેર ગામે એક વ્યક્તિને કાર વડે કચડી નાખી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ છે.ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે આરોપીને જાહેર માર્ગો પર ઉઘાડા પગે ફેરવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. ભરબપોરે કરવામાં આવેલા આ રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી પાસેથી સમગ્ર ઘટનાક્રમ સમજવામાં આવ્યો હતો.
રીકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર ઉમટી પડ્યા હતા. ગામમાં આરોપીના ભાઈગીરીભર્યા વર્તનથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, માથાભારે હનીફ ગઢ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા 126 ગ્રામજનોએ પોલીસને લેખિત રજૂઆત કરી હતી. પોલીસ દ્વારા કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધારાઈ રહી છે.
Latest Stories