ભરૂચ : શ્રવણ ચોકડી પાસે ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ પર પોલીસના દરોડા,સંચાલકો ફરાર

ભરૂચ શહેર શ્રવણ ચોકડી પાસે આવેલા એશ્વર્યા બંગ્લોઝ શોપીંગ કોમ્પલેક્ષમાં ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ ધમધમતી હતી,જેના પર A  ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા

New Update
  • સ્પાની આડમાં દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ

  • ડિવિઝન પોલીસે પાડ્યા દરોડા

  • ડમી ગ્રાહક મોકલીને પોલીસે કર્યો પર્દાફાશ

  • સ્પાનાં સંચાલકોને પોલીસે કર્યા વોન્ટેડ જાહેર

  • સ્પા માંથી એક યુવકની પોલીસે કરી ધરપકડ

ભરૂચ શહેર શ્રવણ ચોકડી પાસે આવેલા એશ્વર્યા બંગ્લોઝ શોપીંગ કોમ્પલેક્ષમાં ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ ધમધમતી હતી,જેના પર A  ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા.

ભરૂચ શહેર વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે આવેલા એશ્વર્યા બંગ્લોઝ ખાતે ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં કુટણખાણુ ધમધમી રહ્યું હતું,જે અંગેની માહિતી ડિવિઝન પોલીસને મળી હતી,પોલીસે ચોક્કસ માહિતીને આધારે ડમી ગ્રાહક મોકલીને દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે દરોડા પાડીને  સ્પાની આડમાં કુટણખાનુ ચલાવનાર સંચાલક તથા માલિક દેવેન્દ્ર ભીખાભાઇ વાળંદ અને વિપુલ ઉર્ફે ગબ્બરને વોન્ટેડ જાહેર કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.જ્યારે પોલીસે સ્થળ પરથી વાસુદેવ વક્તારામ ધનાજી દવેની ધરપકડ કરીને  તેના વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્સન એક્ટ 1956ની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.અને વોન્ટેડ સ્પા સંચાલકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories