New Update
/connect-gujarat/media/media_files/2025/12/22/bharuch-police-2025-12-22-12-18-57.jpg)
ભરૂચના ડી.વાય.એસ.પી. સી.કે પટેલના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. આર.એમ.વસાવા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભરૂચ બી.એસ.એન.એલ.પાસે આવેલ ગણેશ મોબાઈલના દુકાનના પ્રમોશન અને માર્કેટિંગ માટે જાહેર રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોની જિંદગીને જોખમ ઉભું કરી વિડીયો બનાવી વાયરલ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
તે દરમિયાન પોલીસે ગણેશ મોબાઈલ દુકાનના માલિક વિપુલ શંકરલાલ બેરાવાલા,અશરફી ઈદ્રિશ મલેક,મોહંમદ ઝેદ સફીક સુજનીવાલા,મોહમ્મદ રિહાન મોહમ્મદ આરીફ શેખ,સોહેલ મોહમ્મદ આરીફ મન્સૂરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories