ભરૂચ: વાલિયામાં પોલીસકર્મીઓ અકસ્માતગ્રત દંપત્તિને પોતાના વાહનમાં સારવાર અર્થે ખસેડી સેવાનું ઉદાહરણ પૂરું પાડયુ

ભરૂચના વાલિયાની જી.ઇ.બી.કોલોની સામે ફોર વ્હીલર ચાલકે બાઈક સવાર પરિવારને ટક્કર મારતા ઇજાગ્રસ્ત દંપતીને પોલીસે સારવાર અપાવી માનવતા મહેકાવી.....

New Update
valia Police
ભરૂચના વાલિયા તાલુકાના મોતીપુરા ગામનું દંપતી પોતાના 8 મહિનાના બાળકના જન્મના પ્રમાણ પત્ર માટે ઝઘડિયા ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન વાલિયા જી.ઇ.બી.કોલોની સામે બાઈક સવાર પરિવારને ફોર વ્હીલર ચાલકે ટક્કર મારતા બાળકનો આબાદ બચાવ થયો હતો.ઘટના સ્થળેથી પસાર થતા વાલિયા પોલીસ મથકના ડી-સ્ટાફના કિરીટભાઈ વસાવા અને સંજયભાઈ વસાવાએ પોતાના ખાનગી વાહનમાં ઇજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી પોલીસ પ્રજાની મિત્ર હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Latest Stories