New Update
/connect-gujarat/media/media_files/2025/09/18/vijay-patel-2025-09-18-18-13-13.jpg)
ભરૂચના હાંસોટમાંથી વહેતી વંદખાડીમાં અંકલેશ્વર-પાનોલીના ઉદ્યોગોના વહેતા પ્રદુષિત પાણી બાબતે કોંગ્રેસના નેતા વિજયસિંહ પટેલ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખવામાં આવ્યો છે જેમાં જણાવ્યા અનુસાર
છેલ્લા ઘણાં વર્ષોથી અંકલેશ્વર GIDC તેમજ પાનોલી GIDCની ફેકટરીઓનનું દુષિત કેમીકલયુકત પાણી વંદખાડીમાં ઠાલવવામાં આવે છે. જેથી વંદખાડી નજીકના ગામો કઠોદરા, પારડી, કુડાદરા, રોહીદ, વાલનેર, રાયમા, માલણપોર, કાંટાસાયણ, છીલોદરા, દંત્રાઇ, વાંસનોલી, બાડોદરા ગામોના ખેડૂતોનની લગભગ ૨૦૦૦ થી ૩૦૦૦ એકર જમીન બીનઉપજાઉ થઇ રહી છે. ખેડૂતો વંદખાડીમાંથી પીયત કરે છે જેથી તેઓના ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થઇ રહયું છે. ઉપરાંત ચાલુ ચોમાસા દરમ્યાન વંદખાડી ઓવરફલો થતાં બન્ને કાંઠા તરફ એક થી બે કીલોમીટરના વિસ્તારમાં આ ઝેરી કેમીકલવાળું પાણી ફરી વળતાં ખેડૂતોના પાકોને મોટું નુકશાન થયું છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/18/gpcb-ankleswhwar-2025-09-18-18-13-49.jpg)
હાલમાં સુરત સિંચાઇ વર્તુળના અધિક્ષક ઇજનેર દ્વારા કાંકરાપાર જમણાં કાંઠા વિભાગની નહેરોમાં ૯૦-દિવસ સુધી સિંચાઇના પાણી બંધ રાખવાનો નિર્ણય કરવમાંમા આવ્યો છે. જેથી ગામના તળાવોમાં પણ પાણીની તંગી રહે તેમ છે. જેથી ગામના પશુઓ પણ વંદખાડીમાંથી જ ફેકટરી દ્વારા છોડાયેલું આ દૂષિત પાણી જ પીવા સિવાય છૂટકો નથી, અને આવું પાણી પીવાથી પશુઓ પણ મોટા પ્રમાણમાં બીમાર પડી રહયા છે ત્યારે આ બાબતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તારીખ ૦૩/૧૦/૨૦૨૫ના રોજથી (GPCBનક કચેરી, અંકલેશ્વર ખાતે ખેડૂતો સાથે ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/18/pulleted-water-2025-09-18-18-14-08.jpg)
Latest Stories