ભરૂચ: આશ્રય સોસા.થી નિકળનાર રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા, તંત્ર સામે લોકોમાં રોષ

રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો

New Update
  • ભરૂચમાં આવતીકાલે નિકળશે રથયાત્રા

  • ભગવાન નિકળશે નગરચર્યાએ

  • રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા

  • પાણી ભરાવાની પણ સમસ્યા

ભરૂચમાં જગન્નાથ રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો હતો.
આવતીકાલે શહેરના આશ્રય સોસાયટી નજીક આવેલા જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. ભક્તિ અને શ્રદ્ધાભર્યુ આ પર્વ ઉજવવા માટે ભરૂચવાસીઓમાં ઉત્સાહની લહેર છે. જોકે યાત્રાના માર્ગની હાલત અત્યંત બિસમાર હોવાથી લોકમાત્રમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે માર્ગ પર અગાઉ બે વખત નવીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલત કોઇ જ સુધરી નથી. મોટા ખાડાઓ, નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા કારણે રસ્તો જર્જરિત થયો છે.સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે કટાક્ષ કરીને કહ્યું કે જેમને આવા પવિત્ર તહેવારોના માર્ગોની વ્યવસ્થા કરવા જાગૃત હોવું જોઈએ તેઓ નિંદ્રાધીન જણાય છે.
Latest Stories