New Update
અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત અતિ પ્રાચીન શ્રી નારાયણ મંદિરમાં આજ રોજ અનેક વિવિધ ફૂલોથી હિંડોળાની સજાવટ કરવામાં આવી હતી.
આ સુંદર હિંડોળામાં શ્રી ઠાકોરજી પધારી હિંડોળે ઝુલ્યા અને આ અલૌકિક દિવ્ય મનોરથના દર્શન દરેક ભાવિક ભક્તોને થયા હતા. આજે પણ વર્ષોથી પ્રભુ કૃપાથી પ્રાચીન રીત પરંપરા પ્રમાણે હિંડોળા ભરવાનો અને અષ્ટસખાના કીર્તન ગાયનનો દાદાજીનો વારસો શ્રી રજનીકાંત હીરાલાલ દેસાઈનો પૌત્ર કરણ શીતલ કુમાર દેસાઈ સાચવી રહ્યા છે.
Latest Stories