New Update
/connect-gujarat/media/media_files/2025/07/25/vagra-arogya-kendra-2025-07-25-17-30-15.jpeg)
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભરૂચના વાગરા તાલુકાના સાયખા ખાતે નવા મંજુર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ઉદઘાટન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે યોજાયો હતો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/07/25/opening-ceremony-2025-07-25-17-30-39.jpeg)
મહાનુભાવોએ રિબિન કાપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. મહાનુભાવોએ બિલ્ડીંગનું જાત નિરિક્ષણ કરી સુવિધાઓની ચકાસણી કરી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories