ભરૂચ: દિલ્હી મુંબઇ એક્સસપ્રેસ હાઇવે પર ખાનગી લકઝરી બસમાં આગ

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીકથી પસાર થઈ રહેલ ખાનગી લક્ઝરી બસમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 

New Update
a

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીકથી પસાર થઈ રહેલ ખાનગી લક્ઝરી બસમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 

જોધપુરથી પુના જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આ તરફ સમય સૂચકતા વાપરી તમામ મુસાફરો બસની નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. આ બસમાં 35 મુસાફરો સવાર હતા.શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Latest Stories