New Update
ભરૂચના વાગરાના સુતરેલ ગામનો બનાવ
બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
રૂ.16.13 લાખના માલમત્તાની ચોરી
ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
વાગરા પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના વાગરા તાલુકાના સુતરેલ ગામના ખડકી ફળિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી ૧૬.૧૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના વાગરા તાલુકામાં આવેલા સુતરેલ ગામે ખડકી ફળીયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ગોવિંદભાઈ પટેલ પોતાનું મકના બંધ કરી સામાજિક કામ અર્થે કરજણના ગણપતપુરા ગામે ગયા હતા.જ્યાંથી ભરૂચ ખાતે રહેતા તેઓના દીકરા ઘરે ગયા હતા.તે દરમિયાન તસ્કરો ત્રાટકી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા મળી ૧૬.૧૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ તરફ મકાન માલિકે પોતાના ઘરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા અજાણ્યા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડ્યા હતા.ચોરી અંગે વાગરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
Latest Stories