ભરૂચ: રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન !

રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો

New Update

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં પ્રદર્શન

અનામત અંગે આપ્યું હતું નિવેદન

ભાજપના આગેવાનો બેઠા ધરણા પર

કોંગ્રેસની માનસિકતા ગરીબો વિરોધ હોવાનો આક્ષેપ

રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચમાં ભરૂચ જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચા અને બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ અર્પણ કરી ભાજપના આગેવાનો ધરણા પર બેઠા હતા જેમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા,પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, મહામંત્રી નિરલ પટેલ,વિનોદ પટેલ,ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અંગે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની માનસિકતા ગરીબો વિરોધી છે,વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધી અનામત ખતમ કરવાની વાત કરે છે જે ક્યારેય પણ ચલવી નહીં લેવાય

Read the Next Article

ભરૂચ : ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ઝઘડીયા-ઉમધરાના જવાનનું રાજપારડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

જવાન 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા

New Update
  • રાજપારડીના ચાર રસ્તા ખાતે યોજાયો સન્માન કાર્યક્રમ

  • ભારતીય સેનામાં ઉત્કૃષ્ટ ફરજ બજાવી જવાનની નિવૃત્તિ

  • વતન આવેલા જવાનનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું

  • જવાનના માદરે વતન ઉમધરા ગામે ભવ્ય રેલી યોજાય

  • દેશ સેવામાં આપેલા યોગદાન બદલ શુભેચ્છા પાઠવાય

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન પરત આવેલા જવાનનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતાં તેઓ વતન પરત ફર્યા હતાત્યારે તેઓના સન્માનમાં રાજપારડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

રાજપારડી ચાર રસ્તા ખાતે સત્યપાલસિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છેત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતાજ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આપેલા યોગદાન બદલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોટી સખ્યામાં ગ્રામજનો જોડાઈ દેશ ભક્તિના રંગે રંગાયા હતા.