New Update
ભરૂચના નેત્રંગ ખાતે આયોજન
એકલવ્ય વિદ્યાલય ખાતે આયોજન કરાયું
પોલીસ વિભાગ દ્વારા સેમિનાર યોજાયો
જનજાગૃતિ સેમિનારનું આયોજન
એસ.પી.અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિત
ભરૂચના નેત્રંગની એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા, સાયબર અવેરનેસ અને ટ્રાફિક જાગૃતિ અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના નેત્રંગ તાલુકાના થવાના એકલવ્ય સાધના ઉતર બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી,બેડ ટચ ગુડ ટચ ,સાઇબર એવરનેસ, ટ્રાફિક એવરનેશ, એનડીપીએસ ડ્રગ્સ બાબતે સેમિનારનું ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેનો 500 થી વધારે વિદ્યાર્થીનીઓએ લાભ લઇ માર્ગદર્શન મેળવ્યું હતું.આ સેમીનારમાં મુખ્ય વ્યકતા તરીકે મહિલા પી.એસ.આઈ વૈશાલી આહીર,પી.આઈ પીનલ વાઘેલા,ભાવસિંગ વસાવા અને સાયબર ક્રાઇમ પોલીસના મલકેશ ગોહીલે વિસ્તૃત માહિતી આપી હતી.
આ સેમિનારમાં શાળાના સ્થાપક માનસિંગ માંગરોલા,ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માગરોલા સહિત શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં સાઈબર ફ્રોડના હાલમાં જ બે કરોડથી વધુ રૂપિયા રિકવર કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે જે એક મોટી કામગીરી છે.તેઓએ વિદ્યાર્થીઓને સોશ્યલ મીડિયાનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી.
Latest Stories