અંકલેશ્વર: શરદ પુર્ણિમામાં નિમિત્તે લુહાર સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા રાસ ગરબાનું આયોજન

અંકલેશ્વરમાં વેપાર રોજગાર અર્થે ઠરીઠામ થયેલા સૌરાષ્ટ્ર પંથકના લુહાર સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા શરદ પુર્ણિમાના પર્વ નિમિતે રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વરમાં શરદ પૂર્ણિમાની ઉજવણી

લુહાર સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા આયોજન

રાસ ગરબાનું આયોજન કરાયું

સમાજના સભ્યો ગરબે ઘૂમ્યા

માતાજીની કરવામાં આવી આરાધના

અંકલેશ્વરમાં વેપાર રોજગાર અર્થે ઠરીઠામ થયેલા સૌરાષ્ટ્ર પંથકના લુહાર સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા શરદ પુર્ણિમાના પર્વ નિમિતે રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વર્ષોથી વેપાર રોજગાર અર્થે વસવાટ કરતા મુળ સૌરાષ્ટ્રના લુહાર સુથાર જ્ઞાતિના પરિવારો દ્વારા  શરદ પુર્ણિમાના દિવસે રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુક મંડળના યુવક મંડળ દ્વારા સમગ્ર આયોજન હાથ ધરાયુ હતુ જેમાં જ્ઞાતિના સભ્યોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.
આ આયોજનમાં યુવા ગૃપના ભાર્ગવ પરમાર,વિપુલ રાઠોડ, દિપેન ઝીલકા,હિતેન ઉંમરાળીયા, કલ્પેશ પરમાર,ચંદેશ પરમાર,જય પરમાર સહિતના આગેવાનોનો સહયોગ સાંપડ્યો હતો
Latest Stories