અંકલેશ્વર : નૌગામા પ્રાથમિક શાળા ખાતે શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ-GIDC દ્વારા શાળા પરિવાર સહિત બાળકોને રેઇન કોટનું વિતરણ કરાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામની પ્રાથમિક શાળા ખાતે શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ GIDC-અંકલેશ્વર દ્વારા શાળા પરિવાર સહિત બાળકોને રેઇન કોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update
vlcsnap

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામની પ્રાથમિક શાળા ખાતે શ્રી સ્વામીનારાયણ ગુરુકુળGIDC-અંકલેશ્વર દ્વારા શાળા પરિવાર સહિત બાળકોને રેઇન કોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરGIDC વિસ્તાર સ્થિત શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના સંસ્થાપક પ.પૂ. કૃષ્ણસ્વરૂપ દાસજી સ્વામીટ્રસ્ટી જયસ્વરૂપ શાસ્ત્રી તથા ટ્રસ્ટી કિશોર પાનસુરીયા દ્વારા અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામની પ્રાથમિક શાળા ખાતે શાળા પરિવાર સહિત 38 જેટલા બાળકોને રેઇન કોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો માટે હર હંમેશ આગળ પડી કાર્ય કરનાર તેમના શિક્ષણ માટે ચિંતિત નૌગામા ગામના સરપંચ સહદેવ વસાવા તથા તલાટી કમ મંત્રી દિનેશ પટેલના માર્ગદર્શનથી બાળકોને ચોમાસાની ઋતુમાં રેઇનકોટનું વિતરણ કરાવવા બદલ નૌગામા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય નૈમેશ સોલંકી દ્વારા ઋણ સ્વીકારી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા ઉતરોત્તર પ્રગતિ કરતી રહે તેવી પ્રાર્થના કરી સંસ્થાનો આભાર માન્યો હતો.