New Update
/connect-gujarat/media/media_files/2025/07/25/hansot-rainfall-2025-07-25-19-19-21.jpg)
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર તેમજ હાંસોટ પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો હતો.મેઘરાજાએ વિરામ લેતા ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો જોકે શુક્રવારના રોજ સમી સાંજના સમયે કાળા ડીબાગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને પવન સાથે વરસાદ વરસ્યો હતો પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગ દ્વારા જુલાઈ મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ વરસાદી માહોલ જામી રહ્યો છે અને આવનારા સમયમાં પણ વરસાદ વરસે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.
Latest Stories