ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રાખી મેળાનું આયોજન, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયો પ્રારંભ

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો

New Update

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાખી મેળાનું આયોજન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.ભરૂચમાં આજથી 18 તારીખ સુધી ચાલનાર રાખી મેળા મહોત્સવમાં ભરૂચની જાહેર જનતાને બપોરના 12 કલાકથી રાત્રિના દસ કલાક સુધી રાખડી સહિતની અવનવી હસ્તકલાની વસ્તુ ખરીદી શકશે.
આ રાખી મેળામાં હાથ બનાવટની રાખડી સહિત ભાતીગળ હાથશાળા હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ખાસ કરીને મહિલાઓને રોજગારી મળી રહે અને તેઓ પોતાની વસ્તુઓનું વેચાણ કરી અને આવક રડી શકે તે માટે આ મેળાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા બાળ અધિકારી સવંત કાશ્મીરા,ફિલ્ડ ઓફીસર કલ્પેશ ગેહેલોત સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે
Latest Stories