New Update
અંકલેશ્વરમાં વિકાસના કાર્યો
કાપોદ્રા પાટિયાથી રાધેપાર્ક સુધી માર્ગનું નિર્માણ
આર.સી.સી.રોડ નિર્માણ પામશે
રૂ.65 લાખનો કરવામાં આવશે ખર્ચ
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયાથી રાધેપાર્ક સુધી રૂ.65 લાખના ખર્ચે નિર્માણ પામનાર આર.સી.સી.રોડના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકાની ભડકોદ્રા ગ્રામપંચાયતમાં આવતા કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝાથી રાધેપાર્ક સુધીના આર.સી.સી રોડના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના રહેણાંક વિસ્તારમાંમાંથી અનેક નોકરિયાત વર્ગ પાનોલી જવા આ માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે મહત્વના માર્ગનું રૂપિયા 65 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. ખાતમુહૂર્ત પ્રસંગે ગામના આગેવાન રાકેશ પટેલ,વૈકુંઠ પટેલ,સરપંચ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી માર્ગ બિસ્માર બનતા તેના સમારકામની માંગ ઉઠી હતી.આ રોડ કાપોદ્રા પાટિયાથી કાપોદ્રા, ભડકોદ્રા, બાકરોલ અને ખરોડ જેવા અનેક ગ્રામ્ય વિસ્તારને જોડે છે.કામગીરીના પગલે રોડ 1 મહિનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Latest Stories