ભરૂચ: પાલેજ ઇખર સરભાણ રોડ પર આવેલી નાહિયેર નદી પરના બ્રિજની સમારકામની કામગીરી શરૂ કરાય

ચોમાસાને ધ્યાને લઇ બ્રીજનું રીપેરીંગ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવતા વોટર વે ક્લીનીંગ, ગ્રાઉંટીંગ, ગનાઈટીંગની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી

New Update
nahiyer river
ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તક આવેલા પાલેજ ઇખર સરભાણ રસ્તા ઉપર સરભાણ ગામ પાસે નાહિયેર નદી પસાર છે. આ નદી પર આવેલા બ્રિજનું બાંધકામ ૧૯૬૫-૬૬ માં કરવામાં આવેલ હતું. ભરૂચ જિલ્લામાં વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ હાથ ધરાયું હતું. બ્રીજની સ્થળ મુલાકાત દરમ્યાન નુકશાન હોવાનું સામે આવ્યુ હતું. જેને તાત્કાલિક ધોરણે મરામતની જરૂરિયાત જણાતા બ્રિજના મજબુતીકરણ માટે સરકારશ્રી દ્વારા ૮૦.૦૦ લાખની સૈધ્ધાંતિક મંજુરી પ્રદાન કરવામાં આવી હતી.
ટેન્ડરની મંજુરી મળતા ગત સપ્તાહથી કામ શરૂ કરવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.  ચોમાસાને ધ્યાને લઇ બ્રીજનું રીપેરીંગ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવતા વોટર વે ક્લીનીંગ, ગ્રાઉંટીંગ, ગનાઈટીંગની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) કાર્યપાલક ઇજનેર  રોનક શાહે બ્રીજની મુલાકાત લઈ કામગીરીનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતુ અને જરૂરી તકનીકી માર્ગદર્શન આપ્યું હતું.
Latest Stories