New Update
ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણીની ઓસર્યા બાદ હવે મગરનો ખતરો જોવા મળી રહ્યો છે,ત્યારે વન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું
ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યું હતું.હવે નદી કાંઠાના વિસ્તારોમાંથી પૂરનું પાણી ઓસરી રહ્યું છે ત્યારે મગર અને અજગરનો ખતરો જોવા મળી રહ્યો છે,ત્યારે વન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.
વન વિભાગની ટીમે આમોદના નાહીયેર ગામ ખાતેથી લગભગ 15 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. તો આ તરફ બત્રીસી તળાવ, વાડીયા અને મંજુલાવાસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.વન વિભાગની ટીમે મગરનું આરોગ્ય પરીક્ષણ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુક્યા હતા.
Latest Stories