ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.