New Update
/connect-gujarat/media/media_files/2025/07/07/national-highway-2025-07-07-18-12-36.jpg)
ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજા અનરાધાર વરસતા સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે નેશનલ હાઇવે નંબર 48નો માર્ગ પણ અતિ બિસ્માર બન્યો છે. ખાસ કરીને ભરૂચથી વડોદરા સુધીનો માર્ગ ખખડધજ બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
માર્ગ પર મોટા ખાડા હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાય છે જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.ભરૂચથી વડોદરા વચ્ચેના માર્ગ પર તંત્ર દ્વારા ઠેર ઠેર ખાડા પૂરવામાં આવી રહ્યા છે અને માર્ગને સમતલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી કેટલા સમય ટકે છે તે જોવાનું રહેશે.