New Update
અંકલેશ્વરમાં રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલ મયુરાની છત અચાનક ધરાશાય થઈ જવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં હોટલના કાટમાળ નીચે ત્રણ બાઈક દબાઈ જતાં નુકસાન થયું છે. રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલની જૂની છત અચાનક તૂટી પડી હતી. ઘટનાના સમયે હોટલ આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.
કાટમાળ પડતા હોટલની બહાર પાર્ક કરેલી ત્રણ બાઈકને ભારે નુકસાન થયું છે.
સ્થાનિકોએ ઘટનાની જાણ તાત્કાલિક તંત્રને કરી હતી. તંત્રની ટીમ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જૂની અને જર્જરિત બનેલી ઇમારતના કારણે આ દુર્ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ઇમારતની સુરક્ષા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Latest Stories