New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
રોટરી ક્લબ દ્વારા આયોજન કરાયું
વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી
શૈક્ષણિક કીટનું કરાયુ વિતરણ
અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા બીઆરસી ભવન ખાતે તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી.દિવ્યાંગ બાળકોના હસ્તે કેક કાપી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનર વ્હીલ ક્લબઓફ અંકલેશ્વર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, વોટરબેગ, લંચ બોક્સ, તથા ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ દિવ્યાંગ વિદ્યાર્થીની વૃંદા સોલંકી, હુરબાનુ લાકડાવાળા, પઠાણ નુરે ફાતેમા, જેની ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજ ભરવાડા ,સેક્રેટરી વિપીન નાયર , ઈનર વ્હીલ ક્લબના પ્રમુખ રુપલ ભરવાડા ,સેક્રેટરી મોના શાહ, બીઆરસી કો-ઓર્ડીનેટર વિજય પટેલ, સી.આર.સી કો-ઓર્ડીનેટર્સ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories