New Update
/connect-gujarat/media/media_files/2025/08/26/stop-suicide-2025-08-26-17-54-43.jpg)
ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાઈ તેવા ઉદ્દેશ્ય સાથે ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં કૂદી. આપઘાતના વધતા બનાવો રોકવા સ્ટોપ સ્યુસાઈડ લખેલા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી , પ્રમુખ અશોક જાદવ, પૂર્વ પ્રમુખ જીતેન્દ્ર પટેલ ધર્મેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. વિકટ પરિસ્થિતિમાં હતાશા અને નિરાશાથી દૂર રહી આ જે માનવ જીવન મળ્યું છે તેને આનંદ અને મસ્તીથી જીવી લઈએ અને અન્યને મદદરૂપ બની આ અમૂલ્ય જીવનને સાર્થક કરીએ તેઓ સંદેશ આપવાનો સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Latest Stories