-
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વાતાવરણ બદલાયું
-
ભારે પવનથી વાવાઝોડા જેવો અનુભવ
-
ઠેર ઠેર કમોસમી વરસાદ પણ ખાબક્યો
-
બન્ને પંથકમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ
-
વૃક્ષ ધરાશાયી થવાની અનેક ઘટના
અંકલેશ્વર અને હાસોટ પંથકના વાતાવરણમાં ગતરોજ સમી સાંજના સમયે પલટો આવ્યો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપો પણ ઉડી ગયા હતા.
તો બીજી તરફ અંકલેશ્વર હાંસોટ રોડ સહિત અને વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની અનેક ઘટના બની હતી જેના પગલે અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે થોડા સમય માટે બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી આ માર્ગો શરૂ કરાવવામાં આવ્યા હતા.
તો બીજી તરફ ભારે પવનના પગલે વીજળી પણ વેરણ બની હતી. મોડી રાત સુધી વીજળી ડુલ થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં 21 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.